In this article
તમારા ગર્ભાશયમાં ઝીણું પડઘમ
હજુ તમારૂં બાળક તમારા હાથની હથેળીમાં આવી જાય તેટલું નાનું છે. તેનાં માથા પર વાળ ઉગી રહ્યાં છે અને તેનાં સમગ્ર શરીર પર ઝીણી, નાજૂક રૂવાંટી આવી રહી છે. તેની આંગળીઓની ટોચ પર આંગળીઓની છાપ વિકસી રહી છે.તમારા ગર્ભાશયની અંદર, તમારૂં બાળક સલામત રીતે પ્રવાહીમાં તરે છે. પ્રવાહી દ્વારા તેનું ઉછાળાઓથી રક્ષણ થાય છે અને તેને હૂંફ મળી રહે છે. શિશુઓને હેડકી પણ આવી શકે છે. આ તમારા ગર્ભાશયની અંદર એક નિયમિત પડઘમ જેવી લાગણી આપે છે, જે થોડી મિનિટો સુધી ચાલી શકે છે.
તમને હવે સહેજ ઉબકા આવતાં હોય તેવી લાગણી થઈ શકે છે અને તમને અચાનક ભૂખ લાગી આવે છે. સારી રીતે ખાવ. દરરોજ વિવિધ પ્રકારના ખોરાક ખાવાનું યાદ રાખો. દરેક ભોજન લેતી વખતે એકાદ કોળિયો વધારે ખાવ. એ ખાતરી કરો કે તમારો ખોરાક સુરક્ષિત અને તાજો હોય, વાસી કે જૂનો ન હોય.
ધીમે ધીમે તમે ઓછો થાક અનુભવશો અને વધુ ઊર્જા ધરાવશો. હવે તમારા ગર્ભાશયમાં ઓર અથવા ગર્ભનું રક્ષણ કરતું આચ્છાદન વિકસી ગયું છે અને આ તમારા શિશુને આધાર પૂરો પાડે છે. તેની પણ તમારા બાળકના જન્મ પછી તરત સુવાવડ કરવામાં આવશે.
તમને એવું જણાઈ શકે છે કે કમર અને સ્તનની આસપાસ તમારા કપડાં સહેજ તંગ થયા છે. તમારી સગર્ભાવસ્થા હવે જલ્દીથી દેખાવા લાગશે, કેમ કે તમારા પેટ પરનો ઉભાર સહેજ બહાર આવી રહ્યો છે.
સગર્ભા હોવું એ તમને જીવાણુઓથી ઓછાં પ્રતિરોધક બનાવે છે, જેથી તમને વધુ ઉધરસ અને શરદી થઈ શકે છે. સાબુ અને સ્વચ્છ, સુરક્ષિત પાણીથી નિયમિતપણે તમારા હાથને ધૂઓ. તે જીવાણુથી છુટકારો મેળવવાની શ્રેષ્ઠ રીત છે.
શા માટે હું આટલી બધી થાકી જઉં છું?
હા, થાકી જવું એ સામાન્ય છે – તમે એકલા નથી! ઘણી માતાઓ આવું જ અનુભવે છે. સગર્ભા હોવાથી તમારા સમગ્ર શરીર પર દબાવ પડે છે. આ તમને ખૂબ થકવી શકે છે. તમે મોડાં ઉઠતાં હો તો પણ, તમારે હવે વહેલી સાંજના સમયે જાગતા રહેવા માટે સંઘર્ષ કરવો પડતો હોય તેમ બનતું હશે.એ સુનિશ્ચિત કરો કે તમે દિવસ દરમિયાન, વધુ વખત, ટુંકા આરામ લેતાં રહો. દિવસના સૌથી ગરમ ભાગમાં આરામ કરવાનો પ્રયત્ન કરો, ખાસ કરીને જ્યારે તે ભીનું અને ભેજવાળું હોય. દિવસ દરમિયાન પ્રચુર માત્રામાં સ્વચ્છ અને સુરક્ષિત પાણી પણ પીતાં રહો. આ તમારા શરીરને ગર્ભાવસ્થાનો સામનો કરવામાં મદદ કરશે અને તમને થાક ઓછો લાગતો જણાશે.
ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કાઓમાં તમને સતત થાક વર્તાઈ શકે છે. તમારૂં શરીર તમારા નાના શિશુના વિકાસ માટે ખૂબ વધુ ઉર્જા અને ભોજનનો ઉપયોગ કરી રહ્યું છે. 3 મહિના સુધીમાં તમને થાક ઓછો વર્તાશે પરંતુ દિવસના સમયે પુરતો આરામ લેવો હજી પણ જરૂરી છે.
તમારા અંત:સ્ત્રાવના સ્તરો અને ઉર્જા માટેની જરૂરિયાતો પણ ઝડપથી બદલાતી જાય છે. તમારી રક્ત શર્કરા અને રક્તદાબ પણ નીચાં હોય છે. આ બધું જ થાકમાં ઉમેરો કરે છે.
નિમ્ન લોહ સ્તરો ધરાવવાથી પણ તમને થાક લાગી શકે છે. તમારા તબીબ તમને રોજ લોહની ગોળીઓ લેવાનું કહી શકે છે. આ તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો તમારા લોહના સ્તરો ખૂબ નીચાં હોય તો, તમે હજુ વધુ થાક અને ઉર્જાના અભાવનો અનુભવ કરશો. લોહની ગોળીઓ તમારા બાળકના રંગરૂપને ઘેરો બનાવતી નથી. આ સાચું નથી. જો તમને જણાય કે લોહની ગોળીઓ તમને કબજિયાત કરે છે તો, તમારા તબીબને કહો જેથી તેઓ એક અલગ પ્રકારની ગોળી લખી આપી શકે.
પેટના દુ:ખાવા માટે ક્યારે ચિંતિત થવું
તમે જ્યારે સગર્ભા હો ત્યારે તમારા પેટમાં પીડા, દુ:ખ અને ખેંચાણ થવું સામાન્ય છે. તેના વિશે સામાન્યપણે ચિંતા કરવા જેવું કશું નથી હોતું. તમારૂં શરીર તમારા વિકસિત થતાં બાળકને આધાર પૂરો પાડવા માટે ફેરફાર પામી રહ્યું છે, અને તમારો ગર્ભ તમારું બાળક જેમ જેમ તે વિકસિત થાય તેમ તેમ તેને અનુરૂપ બંધ બેસવા માટે ખેંચાતું જાય છે.સામાન્યપણે થોડો આરામ કરી લેવાથી ખેંચાણને હળવા બનાવી શકાય છે. આરામ કરવાનો પ્રયત્ન કરો. થોડી વાર માટે પગ ઉપર લઈને બેસી રહો અથવા તમને જે બાજુ દુ:ખાવો લાગી રહ્યો હોય તેની વિરૂદ્ધ દિશામાં પડખું ફરી સુઈ રહો.
કેટલીક વખત પેટનો દુ:ખાવો એટલે કઈંક ખોટું પણ હોય શકે છે:
- સગર્ભાવસ્થાની શરૂઆતમાં પેટનું ખેંચાણ, યોનિમાર્ગમાં લોહી વહેવું, અને પેટના નીચેના ભાગે મધ્યમાં દુ:ખાવો થવાનો અર્થ એ છે કે તમે તમારૂં બાળક ખોઈ રહ્યાં છો. જો તમને આવું જણાતું હોય તો હોસ્પિટલ જાઓ. જો રક્તસ્ત્રાવ ભારે હોય અને તમે એક કલાકમાં એક કરતાં વધુ પેડ ભીનું કરતાં હો તો, તમારે તાત્કાલિક હોસ્પિટલ જવાની જરૂર છે.
- પીડાદાયક ખેંચાણો જે એક તરફ શરૂ થાય છે અને તમારા પેટ પર ફેલાય છે તેનો અર્થ એવો થઈ શકે કે તમારી ગર્ભાવસ્થા ખોટી જગ્યાએ વિકસિત થઈ રહી છે. તમે એવો રક્તસ્ત્રાવ ધરાવો છો જે ઘેરો અને પાણીજન્ય છે. આ શરૂઆતની સગર્ભાવસ્થામાં થઈ શકે છે. તાત્કાલિક હોસ્પિટલ જાઓ. પછીની ગર્ભાવસ્થામાં, જો કમરના દુ:ખાવા, પેટના ખેંચાણ, અને અતિસારની સાથે, પેટના નીચેના ભાગે દુ:ખાવો હોય તો, તેનો અર્થ એવો છે કે તમારૂં બાળક વહેલાં જન્મવા પ્રયત્ન કરી રહ્યું છે. જો તમને ગર્ભાવસ્થાના અંતભાગમાં વારંવાર દ:ખાવો થતો હોય, રક્તસ્ત્રાવ અથવા પાણી પડતું જણાય તો હોસ્પિટલ જાઓ.
શું મારે જુદી રીતે ખાવું જોઇએ?
હવે તમે ગર્ભવતી છો, એટલે એ જરૂરી છે કે તમે સારી રીતે ખાવાનો પ્રયત્ન કરો જેથી તમારું બાળક સારી રીતે વિકાસ પામે. તમને અને તમારા વિકસી રહેલા બાળકને પુષ્કળ પ્રમાણમાં વિવિધ ખોરાકની જરૂર છે.તેનાં વિશે વિચારવાની એક સરળ રીત એ છે કે પુષ્કળ પ્રમાણમાં વિવિધ રંગનો ખોરાક લેતાં રહો!
તમને જરૂરી ખોરાક વિશે તમે તમારા પરિવાર સાથે વાત કરી શકો છો.
રોજ આમાંથી કેટલોક ખોરાક લેવાનો પ્રયત્ન કરો:
- ફળો અને શાકભાજીઓ. આ તમારા બાળકને મુશ્કેલી સાથે જન્મવાથી રક્ષણ પુરું પાડશે.
- સ્ટાર્ચ યુક્ત ખોરાકો: આમાં રોટલી, ભાત, મકાઈ, અને બટાકાનો સમાવેશ થાય છે. આ ખોરાકો તમને ઉર્જા પૂરી પાડે છે.
- પ્રોટિનમાં સમૃદ્ધ ખોરાક: આમાં ઈંડા, ફળીઓ, દાળ, ચીકન, માછલી અને માંસનો સમાવેશ થાય છે. આ બધા શરીરનો બાંધો બનાવતાં ખોરાકો છે.
- કેલ્શિયમ સમૃદ્ધ અને ડેરી પેદાશોવાળો ખોરાક. આમાં દૂધ, દૂધની બનાવટો, પનીર, દહીં, ચણા અને દહીંનો સમાવેશ થાય છે. આ તમારા બાળકના હાડકાં મજબૂત બનાવે છે.
- લોહયુક્ત ખોરાક. આ તમને અને તમારા બાળકને મજબૂત બનાવે છે. લોહયુક્ત ખોરાકોમાં માંસ, ગોળ, અને લીલાં પાંદડાવાળા શાકભાજી આવે છે. ખાટાં રસાળ ફળો, જેવાં લિંબુ, સંતરા અને આમળા, તમારા શરીરને લોહ શોષવા મદદ કરે છે.
- આયોડીનયુક્ત મીઠાંનો ઉપયોગ કરો. જો તે આયોડીનયુક્ત હશે તો, તેનાં પૅકેટ પર એ લખેલું હશે. આયોડીન તમને મજબૂત અને તંદુરસ્ત બાળક વિકસાવવામાં મદદ કરશે.