મીટઅપ: પરિચય કેવી રીતે વર્ડપ્રેસ થીમ યુનિટ ટેસ્ટિંગ કરવું અને વર્ડપ્રેસ ને પાછું કેમ આપવું

કેમ છો મિત્રો,

અમારી આગામી મીટઅપ્સ ૨૬ ફેબ્રુ ૨૦૧૭, એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૭ ના છેલ્લા રવિવારે છે.

મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે.

(૧) “વર્ડપ્રેસ થીમ યુનિટ ટેસ્ટિંગ પરિચય” પર એક સત્ર હશે.

(૨) “વર્ડપ્રેસ ને પાછું આપવા” પર એક સત્ર હશે.

દરેક સત્ર માં ૪૫ મિનિટ નો સત્ર + ૧૫ મિનિટ સવાલ/જવાબ અને ચર્ચા = ૧ કલાક હશે

તારીખ :
૨૬ ફેબ્રુઆરી ૨૦૧૭

સમય:
૧૦:૩૦ AM – ૧:૩૦ PM રવિવાર.

સ્થળ:
ગણપત યુનિવર્સિટી ઓફિસ અને ઇન્ફર્મેશન સેન્ટર.
બ્લોક એ, 3 જો માળ, ગણેશ મેરિડિયન ચાણક્યપુરી રોડ, એસ જી હાઇવે,કારગિલ પેટ્રોલ પંપ સામે, અમદાવાદ – ૩૮૦૦૬૦.

સ્થળ જાણવા માટે અહીં ક્લિક કરો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

મીટઅપ: કેવી રીતે તમારા ઈકૉમેર્સ સ્ટોર ને ૧ કલાક કરતાં ઓછા સમય માં બનાવવુ

કેમ છો વૂ નિંજાસ,

ફેબ્રુઆરી ૨૦૧૭ માટે અમે કેટલાક સ્વયંસેવક સાથે ચર્ચા પર આધારિત અમારી આગામી મીટઅપ તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૭ જાહેર કરી રહ્યા છીએ.

“શું તમે છેલ્લા કેટલાક સમય થી એક ઑનલાઇન સ્ટોર બનાવવા નું વિચારો છો.પણ તે મુશ્કેલ છે, તે સમય લે છે અને મોંઘું છે.” આવું સાંભળેલું છે?

તો આ મીટઅપ તમને કેવી રીતે વર્ડપ્રેસ અને વૂકૉમેર્સ નો ઉપયોગ કરીને તમારું પોતાનું સ્ટોર બનાવાય તે માટે નું માર્ગદર્શન પૂરું પાડે છે.

આ મીટઅપ કોના માટે છે.

  1. કોઈપણ કે જે ને વર્ડપ્રેસ સાથે કામ કરવું છે.
  2. કોઈપણ કે જે ને એક ઈકોમર્સ સાઇટ બનાવી છે.
  3. કોઈપણ કે જે ને વર્ડપ્રેસ અને વૂકૉમેર્સ સાથે એક વેબસાઇટ બનાવી છે .

મીટઅપ માં જોડાવા માટે જરૂરીયાતો:

  1. કોઈ વાસ્તવિક પહેલાં નું જ્ઞાન જરૂરી નથી.
  2. વૂકૉમેર્સ નું કોઈ જ્ઞાન કે કેવી રીતે ઈકોમર્સ વેબસાઇટ બનાવાય તે પણ જરૂરી નથી.
  3. જો વર્ડપ્રેસ વિશે સામાન્ય જ્ઞાન હશે તો તે ઉપયોગી થશે.

આ મીટઅપ માં શું શીખીશું?

  1. ૧ કલાક કરતાં ઓછા સમય માં વર્ડપ્રેસ અને વૂકૉમેર્સ નો ઉપયોગ કરી ને સ્ટોર કેવી રીતે બનાવવું.
  2. કેવી રીતે તમારું પોતાનું ઈકોમર્સ સ્ટોર બનાવવું અને ચલાવું.
  3. કેવી રીતે વર્ડપ્રેસ અને વૂકૉમેર્સ કામ કરે છે એ જાણવા માટે.
  4. તમને પ્રોડક્ટ કેવી રીતે ઉમેરવી, કૂપન્સ કેવી રીતે બનાવવા, પોસ્ટેજ ખર્ચ કેવી રીતે લગાડવો વગેરે જાણવા મળશે
  5. જાણો કેવી રીતે તમે સંલગ્ન પ્રોડક્ટ વેચવા માટે એક વેબપેજ નો ઉપયોગ કરી શકો છો
    અને બીજું ઘણું બધું…

તારીખ :
૧૯ ફેબ્રુઆરી ૨૦૧૭

સમય:
૧૦ઃ૩૦ AM – ૧ઃ૦૦ PM રવિવાર.

સ્થળ:
મલ્ટિડોટ્સ સોલ્યૂશન પ્રા. લિમિટેડ
સી ૨૦૨, ગણેશ મેરિડીયન સોલા બ્રિજ નજીક, એસ જી .હાઈવે, સોલા – ૩૮૦૦૬૦, અમદાવાદ.

સ્થળ જાણવા માટે અહીં ક્લિક કરો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.