બ્રાંડ સંસાધનો

અમારી બ્રાંડના પાયાના પરિબળો નીચે મુજબ છે. આ પેજ તમને શરૂઆત કરવામાં મદદ કરે છે, પણ તમામ ઉપયોગો YouTube દ્વારા મંજૂર કરેલા હોવા જરૂરી છે.

બ્રાંડ વાપરવાની વિનંતીનું ફૉર્મ ભરો

YouTube લોગોનો ઉપયોગ કરવો

લોગોના આજુબાજુની ખાલી જગ્યા

લોગોના આજુબાજુની ખાલી જગ્યાને લીધે, છબીઓ, ટેક્સ્ટ અથવા અન્ય ગ્રાફિક્સથી દૃશ્યતા અને ડિઝાઇનને થતી અસરને નિયંત્રિત કરી શકાય છે. તમે અમારા લોગોના આજુબાજુ જેટલી જગ્યા વધુ ખાલી રાખશો, તમારું આર્ટવર્ક એટલું જ વધુ આકર્ષક રહેશે.

લોગોના આજુબાજુની ખાલી જગ્યા આઇકનની ઊંચાઈ જેટલી અથવા તેથી વધુ હોવી જોઈએ.

આછા બૅકગ્રાઉન્ડ પર પૂર્ણ રંગવાળો, YouTube લોગો

કદ બદલવા વિશે

અમે અમારા લોગોને વિશિષ્ટ કદ માટે ઑપ્ટિમાઇઝ કર્યા છે. અમારો લોગો સ્પષ્ટ અને સુવાચ્ય હોવો જોઈએ, પછી ભલે તેને સ્માર્ટફોન પર જોવામાં આવે કે કોઈ સ્ટેડિયમની જમ્બો સ્ક્રીન પર.

આછા બૅકગ્રાઉન્ડ પર પૂર્ણ રંગવાળો, YouTube લોગો

ન્યૂનતમ ડિજિટલ ઊંચાઈ: 20dp

આછા બૅકગ્રાઉન્ડ પર પૂર્ણ રંગવાળો, YouTube લોગો

છાપવાની ન્યૂનતમ ઊંચાઈ: 0.125ઇંચ અથવા 3.1મિમી

લોગો સાથે શું ન કરવું

YouTube લોગો એક એવો પ્રતીક છે જેને લોકો સારી રીતે ઓળખે છે, તેથી તેને ક્યારેય બદલવું જોઈએ નહીં.

YouTube લોગો સાથે શું ન કરવું તે અંગે અહીં થોડા ઉદાહરણો છે.

આમ કરશો નહીંઆમ કરશો નહીં

  • આઇકન અને શબ્દ "YouTube" અથવા તેના અક્ષરો વચ્ચેની સ્પેસનું અંતર બદલવું
  • લાલ, લગભગ કાળો, અથવા સફેદ સિવાયના કોઈપણ રંગોનો ઉપયોગ કરો
  • "YouTube" માટે એક અલગ પ્રકારનો ટાઇપફેસ પસંદ કરવો
  • ડ્રૉપ શૅડો જેવા વિઝ્યુઅલ પ્રભાવો ઉમેરવા
  • "YouTube" શબ્દમાં કોઈપણ ફેરફાર કરવા અથવા તેને બદલવો
  • લોગોનો આકાર બદલવો
  • શબ્દસમૂહ અથવા વાક્યમાં લોગોનો ઉપયોગ કરો
YouTube લોગોના અમલીકરણ વખતે આવતી સામાન્ય ભૂલો

ઘન બૅકગ્રાઉન્ડ પર લોગોનો ઉપયોગ કરવો

આ ઉદાહરણો જુદા-જુદા ઘન બૅકગ્રાઉન્ડ પર YouTube લોગોનો યોગ્ય ઉપયોગ બતાવે છે. લગભગ કાળો પૂર્ણ-રંગનો લોગો જે 40% ગ્રે કરતાં વધુ આછો હોય છે તેનો ઉપયોગ બૅકગ્રાઉન્ડ પર કરવો જોઈએ. સફેદ પૂર્ણ-રંગનો લોગો જે 50% ગ્રે કરતાં વધુ ઘાટો હોય છે તેનો ઉપયોગ બૅકગ્રાઉન્ડ પર કરવો જોઈએ.

ઘન બૅકગ્રાઉન્ડ પર YouTube લોગો

પૂર્ણ રંગવાળો લોગો

ત્યાં પૂર્ણ રંગવાળા લોગોનાં બે સંસ્કરણ છે, લગભગ કાળો અને સફેદ – પણ આઇકનમાંનો ત્રિકોણ હંમેશાં સફેદ હોવો જોઈએ.

આછા બૅકગ્રાઉન્ડ પર લગભગ કાળા પૂર્ણ-રંગનાં લોગોનો ઉપયોગ કરવો. ઘાટા બૅકગ્રાઉન્ડ પર લગભગ સફેદ પૂર્ણ-રંગના લોગોનો ઉપયોગ કરવો.

પૂર્ણ-રંગનાં બૅકગ્રાઉન્ડ પર પૂર્ણ-રંગવાળો YouTube લોગો

મોનોક્રોમ લોગો

જો કોઈ બૅકગ્રાઉન્ડ રંગને કારણે પૂર્ણ રંગનો લોગો જોવાનું મુશ્કેલ બને, તો તમારે તેને બદલે મોનોક્રોમ લોગોનો ઉપયોગ કરવો જોઈએ.

લગભગ કાળા (#282828) મોનોક્રોમ લોગોનાં આઇકનમાં એક સફેદ ત્રિકોણ શામેલ છે. તેનો ઉપયોગ આછા બહુ-રંગની છબીઓ પર થવો જોઈએ.

સફેદ (#FFFFFF) મોનોક્રોમ લોગો પાસે એક રંગ વિનાનો ત્રિકોણ છે. તેનો ઉપયોગ ઘાટી બહુ-રંગી છબીઓ પર થવો જોઈએ.

એક ગ્રેડિઅન્ટ ગ્રે બૅકગ્રાઉન્ડ પર YouTube લોગો

YouTube આઇકનનો ઉપયોગ કરવો

અમારું આઇકન

અમારું આઇકન એ પરિવર્તન કરી શકાય તેવું એક માર્ક છે જે કૉલ ટૂ એક્શન તરીકે અને અમારા લોગોના ટૂંકા સંસ્કરણ તરીકે કાર્ય કરે છે. જો તમારી પાસે યોગ્ય પ્રમાણમાં સુરક્ષિત સ્પેસ સાથે 24dp પર લોગોનો ઉપયોગ કરવા માટે પૂરતી જગ્યા ન હોય, તો તમારે તેના બદલે YouTube આઇકનનો ઉપયોગ કરવો જોઈએ.

પૂર્ણ રંગવાળું, YouTube આઇકન

લોગો આઇકનના આજુબાજુની ખાલી જગ્યા

લોગો આઇકનના આજુબાજુની ખાલી જગ્યાને લીધે, છબીઓ, ટેક્સ્ટ અથવા અન્ય ગ્રાફિક્સથી દૃશ્યતા અને ડિઝાઇનને થતી અસરને નિયંત્રિત કરી શકાય છે. તમે અમારા લોગો આઇકનની આજુબાજુ જેટલી જગ્યા વધુ ખાલી રાખશો, તમારું આર્ટવર્ક એટલું જ વધુ આકર્ષક રહેશે.

લોગો આઇકનના આજુબાજુની ખાલી જગ્યા આઇકનની ઊંચાઈ જેટલી અથવા તેથી વધુ હોવી જોઈએ.

YouTube લોગો, આછો, ઘાટા બૅકગ્રાઉન્ડ પર સફેદ

કદ બદલવા વિશે

અમે અમારા લોગો આઇકનને વિશિષ્ટ કદ માટે ઑપ્ટિમાઇઝ કર્યા છે. અમારા લોગોનું આઇકન સ્પષ્ટ અને સુવાચ્ય હોવું જોઈએ, પછી ભલે તેને સ્માર્ટફોન પર જોવામાં આવે કે કોઈ સ્ટેડિયમની જમ્બો સ્ક્રીન પર.

આછા બૅકગ્રાઉન્ડ પર પૂર્ણ રંગવાળું, YouTube આઇકન

ન્યૂનતમ ડિજિટલ ઊંચાઈ: 20dp

આછા બૅકગ્રાઉન્ડ પર પૂર્ણ રંગવાળું, YouTube આઇકન

છાપવાની ન્યૂનતમ ઊંચાઈ: 0.125ઇંચ અથવા 3.1મિમી

આઇકન સાથે શું ન કરવું

YouTube આઇકનને ક્યારેય બદલવું જોઈએ નહીં.

આઇકન સાથે શું ન કરવું તે અંગે અહીંં થોડા ઉદાહરણો છે.

આમ કરશો નહીંઆમ કરશો નહીં

  • આઇકનનાં આકારને આડો અથવા ઊભો ખેંચવો
  • ત્રિકોણના ખૂણા અથવા કદ બદલવા
  • લાલ, લગભગ કાળો અથવા સફેદ સિવાયના રંગોનો ઉપયોગ કરો
  • આઇકનને ફેરવવું
  • કોઈપણ વિશિષ્ટ પ્રભાવો ઉમેરવા
  • આઇકન પર એક પૅટર્ન અથવા છબી ઉમેરવું
  • ત્રિકોણને અન્ય આકાર અથવા આઇકન સાથે બદલવો
  • ત્રિકોણને શબ્દો સાથે બદલવો
  • લંબચોરસ માટે એક નવો આકાર પસંદ કરવો
YouTube આઇકનના અમલીકરણ વખતે આવતી સામાન્ય ભૂલો

સમાજિક મીડિયામાં આઇકનનો ઉપયોગ કરવો

જ્યારે YouTube આઇકન YouTube ચૅનલ સાથે લિંક થાય છે માત્ર ત્યારે જ તેને સામાજિક મીડિયા સંપત્તિઓમાં ઉપયોગમાં લઈ શકાય છે.

મહત્ત્વપૂર્ણ: જો ગંતવ્ય URL એક YouTube ચૅનલ હોય, તો જ લોગો અથવા આઇકનને એક લિંક બનાવી શકાય છે.

સામાજિક મીડિયા શેર બાર સંદર્ભમાં YouTube આઇકન

એક YouTube સામાજિક મીડિયા આઇકનના સંદર્ભમાં

YouTube રંગો

YouTube બ્રાંડ ઘટકોના કોઈપણ વપરાશ માટે વિશિષ્ટ મંજૂરીની જરૂર હોય છે અને રિવ્યૂ માટે બ્રાંડ ઉપયોગની વિનંતીના ફૉર્મને અંગ્રેજીમાં સબમિટ કરવું આવશ્યક છે. બિન-અંગ્રેજી વિનંતીઓ માટે, કૃપા કરીને તમારા YouTube ભાગીદારીના જોડીદારનો સંપર્ક કરો. YouTube તેના ટ્રેડમાર્કના કોઈપણ અયોગ્ય ઉપયોગ સામે વાંધો ઉઠાવવાનો અને કોઈપણ સમયે તેના અધિકારોનું પાલન કરાવવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.

બ્રાંડ વાપરવાની વિનંતીનું ફૉર્મ ભરો

ભાગીદારો અને જાહેરાતકર્તાઓ

તમે તમારી YouTube ચૅનલ અથવા કન્ટેન્ટનો પ્રચાર કરવા માગો છો અને અમે તેમાં સહાય કરવા માગીએ છીએ. જ્યાં સુધી તમે લોગો અને આઇકનનાં ઉપયોગનું અને નીચે જણાવેલા દિશાનિર્દેશોનું પાલન કરશો, ત્યાં સુધી તમે YouTubeનું નામ, લોગો અને આઇકનનો ઉપયોગ કરી શકશો.

અવશ્ય કરજો

  • YouTube બ્રાંડના કોઈ પણ ઘટકના પ્રત્યેક ઉપયોગ માટે YouTubeની મંજૂરી મેળવો
  • YouTube બ્રાંડ માટેના બધા દિશાનિર્દેશોને અનુસરો
  • ચૅનલ કલામાં YouTube લોગોનો વારંવાર ઉપયોગ કરવું ટાળો
  • ખાતરી કરો કે ઉપયોગમાં લેવાઈ રહેલ લોગો અપ-ટૂ-ડેટ છે
  • સામાજિક આઇકન લાઇનઅપમાં YouTube આઇકનનો ઉપયોગ કરવો
  • તમારી ચૅનલ પર લિંક કરતી વખતે અથવા દર્શકોને તેના પર મોકલતી વખતે તમારી ચૅનલ અથવા કન્ટેન્ટનો પ્રચાર કરવા માટે માનક લોગોનો ઉપયોગ કરવો

નહીં કરો

  • YouTubeની બહારની સાઇટ પર ચલાવવા માટે લોગો અથવા બ્રાંડના ઘટકો વાપરો
  • લોગો, આઇકન અથવા અન્ય બ્રાંડના ઘટકોમાં કોઈ પણ રીતે ફેરફાર કરો, જેમાં પ્રમાણ, સ્થિતિઓ બદલવી, ખેંચવું, સંકોચવું, રંગ અથવા ટાઇપફેસ બદલવા, ફ્લિપ કરવું અથવા ફેરવવું અથવા પ્રભાવ ઉમેરવાનો સમાવેશ થાય છે પણ ત્યાં સુધી મર્યાદિત નથી
  • પૂર્ણ-રંગનો લોગો લાલ ઉપર મૂકવો (બરાબર નહીં દેખાવાને કારણે)
  • લોગો અથવા આઇકનને આંશિક રીતે ઢાંકવું
  • લોગો અથવા આઇકનની અંદર છબી મૂકવી

YouTube બ્રાંડિંગ વાપરવાનાં કેટલાક સારા અને ખરાબ ઉદાહરણો અહીં પ્રસ્તુત છે:

અન્ય સામાજિક મીડિયા આઇકન સાથે YouTube ઇનલાઇન વાપરતી વખતે, YouTube લોગોને બદલે YouTube આઇકનનો ઉપયોગ કરવો જોઈએ.

અવશ્ય કરજો
નહીં કરો

યોગ્ય YouTube લોગો અને આઇકન

કૃપા કરીને ખાતરી કરો કે તમે યોગ્ય, અપડેટ કરેલ YouTube લોગો વાપરો છો, નહીં કે અનધિકૃત અથવા જૂનો લોગો (અહીંયા ઘણા બધા એવા લોગો છે). થી નવીનતમ લોગો ડાઉનલોડ કરી શકાય છે.

અવશ્ય કરજો
નહીં કરો

માનક લોગોને લાલ બૅકગ્રાઉન્ડ પર ન મૂકવો જોઈએ કારણ કે તે બરાબર દેખાતો નથી. લાલ રંગ પર સફેદ મોનોક્રોમ લોગો ખૂબ સરસ દેખાય છે.

અવશ્ય કરજો
નહીં કરો

ચૅનલ કલામાં પૂર્ણ-રંગનાં લોગોનો ઉપયોગ થવો જોઈએ નહીં કારણ કે તે વેબસાઇટ પર હાલમાં છે તે YouTube લોગો સાથે અનાવશ્યક છે.

અવશ્ય કરજો
નહીં કરો

તૃતીય પક્ષની મંજૂરીઓ

  • તમારું ન હોય તેવું જે કોઈ કન્ટેન્ટ તમે YouTube પર અપલોડ કરો, તેના માટે સંબંધિત કન્ટેન્ટ માલિકો પાસેથી તૃતીય-પક્ષની મંજૂરીઓ મેળવવા માટે તમે જવાબદાર છો.
  • જો તમે પ્રચારાત્મક સામગ્રીમાં કોઈ પણ કન્ટેન્ટ બતાવો, તો તમારી પાસે સંબંધિત કન્ટેન્ટ માલિકો પાસેથી તૃતીય પક્ષની મંજૂરી હોવી જરૂરી છે.
  • અમારા ભાગીદારો વતી YouTube પરવાનગીઓની વાટાઘાટો કરતું નથી. યોગ્ય પરવાનગીઓ મેળવવા માટે તમારે સીધા જ છબી કે વીડિઓના માલિકનો સંપર્ક કરવો જરૂરી છે.
  • YouTube પર અપલોડ કરીને, તમે બાંયધરી આપો છો કે તમારી પાસે તમારો વીડિઓ અપલોડ કરવા માટેના જરૂરી અધિકારો છે. YouTubeનો, સાઇટ પરથી કોઈ પણ કન્ટેન્ટ કે જે તેની ઉપયોગની શરતો અથવા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી શકે તેવું હોય, તો તેને દૂર કરવાનો અધિકાર સુરક્ષિત છે.

શબ્દ "YouTube વપરાશકર્તા"નો ઉપયોગ કરવો

નિર્માતાઓ માટે દિશાનિર્દેશો

  • અમને આનંદ થાય છે કે ઘણા નિર્માતાઓ ઇચ્છે છે કે તેમને YouTube વપરાશકર્તા તરીકે બોલાવવામાં આવે. અમે માત્ર એ જણાવવા માગીએ છીએ કે “YouTube વપરાશકર્તા” કે “Tuber”નો ઉપયોગ માત્ર ત્યારે જ થવો જોઈએ કે જ્યારે YouTube પર મૂળ કન્ટેન્ટ બનાવનાર અને અપલોડ કરનાર વ્યક્તિની વાત કરતા હોય.
  • અમે "YouTube વપરાશકર્તા"ને પણ પ્રાસંગિક રાખવા માગીએ છીએ. આ રીતે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. જેથી કૃપા કરીને વીડિઓ સીરિઝ, પુસ્તકો અને પ્રોગ્રામ જેવી વસ્તુઓના અધિકૃત નામોમાં “YouTube” અથવા “Tuber”નો ઉપયોગ કરવો નહીં અથવા જેમાં તે શબ્દો શામેલ હોય તેવા ડોમેન, ચૅનલ નામો અથવા ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવવા નહીં. આ અમને સમગ્ર નિર્માતા સમુદાય માટે YouTube ટ્રેડમાર્કની સુરક્ષા કરવામાં સહાય કરશે.

જાહેરાતકર્તાઓ માટે દિશાનિર્દેશો

  • “YouTube વપરાશકર્તા”નો ઉપયોગ માત્ર ત્યારે જ થવો જોઈએ કે જ્યારે YouTube પર મૂળ વીડિઓ અથવા સંગીત કન્ટેન્ટ બનાવનાર કે અપલોડ કરનાર કોઈ વ્યક્તિનો સંદર્ભ આપતા હોય. માત્ર અન્ય પ્લૅટફૉર્મ પર કન્ટેન્ટ અપલોડ કરતા હોય તે લોકોને "YouTube વપરાશકર્તાઓ”ને કહેવું ઠીક નથી.
  • અમે તે ખાતરી કરી શકીએ કે "YouTube વપરાશકર્તા"નો ઉપયોગ માત્ર પ્રાસંગિક રીતે જ થયો છે, તે માટે અમે જણાવીએ છીએ કે તૃતીય પક્ષોએ વીડિઓ સીરિઝ, પુસ્તકો અને પ્રોગ્રામ જેવી વસ્તુઓના અધિકૃત નામોમાં “YouTube વપરાશકર્તા”નો ઉપયોગ કરવો જોઈએ નહીં અથવા જેમાં તે શબ્દો શામેલ હોય તેવા ડોમેન, ચૅનલ નામો અથવા ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવવાનો આગ્રહ કરવો નહીં. આ અમારા માટે અથવા સમુદાય માટે YouTube ટ્રેડમાર્કની સુરક્ષા કરવામાં સહાય કરશે.
  • જોકે YouTube નિર્માતા અનૌપચારિક રીતે “Tuber”નો ઉપયોગ કરી શકે છે, તેનો ઉપયોગ જાહેરાતકર્તાઓએ ક્યારેય પણ કરવો જોઈએ નહીં.

YouTube બ્રાંડ ઘટકોના કોઈપણ વપરાશ માટે વિશિષ્ટ મંજૂરીની જરૂર હોય છે અને રિવ્યૂ માટે બ્રાંડ ઉપયોગની વિનંતીના ફૉર્મને અંગ્રેજીમાં સબમિટ કરવું આવશ્યક છે. બિન-અંગ્રેજી વિનંતીઓ માટે, કૃપા કરીને તમારા YouTube ભાગીદારીના જોડીદારનો સંપર્ક કરો. YouTube તેના ટ્રેડમાર્કના કોઈપણ અયોગ્ય ઉપયોગ સામે વાંધો ઉઠાવવાનો અને કોઈપણ સમયે તેના અધિકારોનું પાલન કરાવવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.

બ્રાંડ વાપરવાની વિનંતીનું ફૉર્મ ભરો

મનોરંજન અને મીડિયા

કોઈ પણ મીડિયા (વીડિઓ, ટીવી શો, ફિલ્મ, સમાચારપત્ર, વગેરે)માં YouTube બ્રાંડ બતાવવા માટે કૃપા કરીને આ દિશાનિર્દેશો વાંચો.

બ્રાંડ વાપરવાની મંજૂરી

જો તમે મનોરંજન અને મીડિયા ઉદ્યોગમાં હો, તો કોઈપણ મીડિયામાં (દા.ત ટીવી, સંગીત વીડિઓ, મૂવી, પુસ્તકો, વગેરે)માં કોઈપણ YouTube લોગો, આઇકન અથવા UIનાં તત્વો (દા.ત બટન, પેજ, મોબાઇલ સ્ક્રીનશૉટ વગેરે) બતાવતા હોય તેવા પ્રોડક્ટ પ્લેસમેન્ટ YouTube દ્વારા મંજૂર કરેલ હોવા જોઈએ. કૃપા કરીને લોગો વાપરવાના દિશાનિર્દેશોનું તથા નીચેના દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરો, પછી અંગ્રેજીમાં તમારી વિનંતીને બ્રાંડ વાપરવાની વિનંતી ફૉર્મ મારફતે સબમિટ કરો. જો પ્રોડક્ટ પ્લેસમેન્ટને ઘણાં બધા દર્શકો જોશે, તો તમને Google Inc. રિલીઝ ફૉર્મ પર હસ્તાક્ષર કરવાની જરૂર પડી શકે છે.

મહત્ત્વપૂર્ણ: જો તમે પ્રેસનો એક ભાગ હો, તો તમારે બ્રાંડ ઉપયોગ માટેના વિનંતી ફોર્મ મારફતે રિવ્યૂ માટેની કોઈ વિનંતી સબમિટ કરવાની જરૂર નથી. કૃપા કરીને વિશે વાંચો. ત્યાર બાદ, YouTube લોગો અથવા આઇકનને ઉપયોગ માટે ડાઉનલોડ કરવા માટે તમે આવકાર્ય છો.

Google પરવાનગીનું ફૉર્મ ભરો

તમારી પ્રોડક્ટ પ્લેસમેન્ટની વિનંતી સબમિટ કરતા પહેલાં, નીચે જણાવેલ વાતની ખાતરી કરો

  1. પ્રોડક્ટ પ્લેસમેન્ટ હકારાત્મક કે તટસ્થ રીતે YouTubeને પ્રતિબિંબિત કરે છે.
  2. ખાસ કરીને પ્રોડક્ટ પ્લેસમેન્ટ માટે વિકસાવેલ કોઈ પણ વીડિઓ કન્ટેન્ટ YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું નથી અને YouTubeના ઉપયોગની શરતોનું ઉલ્લંઘન નહીં કરે.
  3. તમારી વિનંતી સાથે સબમિટ કરવા માટે તમે પ્લેસમેન્ટ માટેનો પૂરતો સંદર્ભ આપી શકો છો. તમારે PDF ફાઇલ સબમિટ કરવી જરૂરી છે, જેમાં સંદર્ભમાંના YouTube લોગો અને/અથવા YouTube ઇન્ટરફેસની પ્રતિકૃતિઓની સાથે-સાથે સંબંધિત સ્ક્રિપ્ટ પેજ, ઉત્પાદનની એક ઝલક, ઉત્પાદક કંપનીનું નામ, ઉત્પાદકનું નામ અને અભિનેતા(ઓ), નિર્દેશક, વગેરે જેવી અન્ય કોઈ પણ વિગતોનો સમાવેશ હોવો જરૂરી છે, જે અમને ઉત્પાદનમાં YouTube કેવી રીતે રજૂ કરવામાં આવશે એ સમજવામાં સહાય કરશે.

તૃતીય પક્ષની મંજૂરીઓ

  • સાઇટ ઉપરના તૃતીય પક્ષના કન્ટેન્ટ માટે YouTube પાસે અધિકારો નથી. જો તમારું પ્રોડક્ટ પ્લેસમેન્ટ વપરાશકર્તાનું અથવા ભાગીદારનું કન્ટેન્ટ બતાવતું હોય, તો કન્ટેન્ટના માલિક(કો)નું કન્ટેન્ટ વાપરવાનું બંધ કરવાની જવાબદારી તમારી પોતાની છે.
  • અમારા ભાગીદારો વતી YouTube પરવાનગીઓની વાટાઘાટો કરતું નથી. યોગ્ય પરવાનગીઓ મેળવવા માટે તમારે સીધા જ છબી કે વીડિઓના માલિકનો સંપર્ક કરવો જરૂરી છે.
  • YouTube પર અપલોડ કરીને, તમે બાંયધરી આપો છો કે તમારી પાસે અપલોડ કરવા માટેના જરૂરી અધિકારો છે. YouTubeનો, સાઇટ પરથી કોઈ પણ કન્ટેન્ટ કે જે તેની ઉપયોગની શરતો અથવા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી શકે તેવું હોય, તો તેને દૂર કરવાનો અધિકાર સુરક્ષિત છે.
  • એકવાર તમારી પાસે બધી માહિતી તથા સામગ્રી આવી જાય, પાછી સમીક્ષા માટે બ્રાંડ વાપરવાની વિનંતીના ફૉર્મ મારફતે અંગ્રેજીમાં વિનંતી સબમિટ કરો. કૃપા કરીને જવાબ માટે એક સપ્તાહ રાહ જુઓ. બિન-અંગ્રેજી વિનંતીઓ માટે, કૃપા કરીને તમારા YouTube ભાગીદારીના જોડીદારનો સંપર્ક કરો. YouTube તેના ટ્રેડમાર્કના કોઈ પણ અયોગ્ય ઉપયોગ સામે વાંધો ઉઠાવવાનો અને કોઈ પણ સમયે તેના અધિકારોનું પાલન કરાવવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.

YouTube બ્રાંડ ઘટકોના કોઈપણ વપરાશ માટે વિશિષ્ટ મંજૂરીની જરૂર હોય છે અને રિવ્યૂ માટે બ્રાંડ ઉપયોગની વિનંતીના ફૉર્મને અંગ્રેજીમાં સબમિટ કરવું આવશ્યક છે. બિન-અંગ્રેજી વિનંતીઓ માટે, કૃપા કરીને તમારા YouTube ભાગીદારીના જોડીદારનો સંપર્ક કરો. YouTube તેના ટ્રેડમાર્કના કોઈપણ અયોગ્ય ઉપયોગ સામે વાંધો ઉઠાવવાનો અને કોઈપણ સમયે તેના અધિકારોનું પાલન કરાવવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.

Google પરવાનગીનું ફૉર્મ ભરો

API વિકાસકર્તાઓ

YouTube API તમને તમારી ઍપ્લિકેશન અથવા ઉપકરણમાં YouTubeની કાર્યક્ષમતાનો સમાવેશ કરવાની મંજૂરી આપે છે. દિશાનિર્દેશો સમજવા માટે નીચેની સાઇટની મુલાકાત લો અને તમારી ઍપ્લિકેશન, ઉપકરણ અથવા માર્કેટિંગ સામગ્રી પર YouTube બ્રાંડિંગ ઉમેરવા માટે તમારે જે સંપત્તિની જરૂર છે તે ડાઉનલોડ કરો.

YouTube API વિકાસકર્તાઓના બ્રાંડિંગના દિશાનિર્દેશોની મુલાકાત લો

ઉપકરણ ભાગીદારો

YouTube બ્રાંડના ઉપયોગની મંજૂરી લેવા માટે, કૃપા કરીને રિવ્યૂ માટે બ્રાંડ વાપરવાની વિનંતીના ફૉર્મ મારફતે અંગ્રેજીમાં વિનંતી સબમિટ કરો. કૃપા કરીને જવાબ માટે એક સપ્તાહ રાહ જુઓ. YouTube તેના ટ્રેડમાર્કના કોઈપણ અયોગ્ય ઉપયોગ સામે વાંધો ઉઠાવવાનો અને કોઈ પણ સમયે તેના અધિકારોનું પાલન કરાવવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. તમારા ઉપકરણ પર તમારા દ્વારા YouTube અને YouTube બ્રાંડના ઉપયોગ માટે YouTube સાથે એક અલગ લેખિત કરાર જરૂરી છે અને તે કરાર હેઠળ YouTubeની પ્રમાણીકરણ જરૂરિયાતો પાસ કરનાર ઉપકરણને આધીન છે.

બ્રાંડ વાપરવાની વિનંતીનું ફૉર્મ ભરો