મને બાળપણમાં જ ખ્યાલ આવી ગયો હતો કે સંગીત જ એવી એકમાત્ર બાબત છે, જે સુખ અને શાંતિ આપે છે. તેના વિના મને ચેન નહોતું પડતું. પિતા સુખદેવ ઠાકુરને પણ ગીતો ગણગણવાનું શોખ હતો એક દિવસ તેમણે મને ગીતોની ધૂન ઉપર થરકતા જોઈ અને પટણાના ભારતીય નૃત્ય કલા મંદિરમાં પ્રવેશ અપાવી દીધો. હું ગીતો પણ ગાતી. ગાયનની દુનિયામાં લોકો થોડાઘણા મને પણ ઓળખવા માંડયા હતા. અભ્યાસ પણ ચાલતો હતો. થોડા સમય પછી