મુખ્ય કસ્ટમાઈઝર સુધારાઓ, કોડની ભૂલ તપાસવી, અને વધુ!
જાઝ સંગીતકાર અને બૅન્ડ લીડર બિલી ટિપ્ટોનના સન્માનમાં “ટિપ્ટોન” નામની વર્ડપ્રેસની આવૃત્તિ ૪.૯, તમારા વર્ડપ્રેસ ડૅશબોર્ડમાં ડાઉનલોડ અથવા અપડેટ માટે ઉપલબ્ધ છે. ૪.૯ માં નવી સુવિધાઓ તમારા ડિઝાઇન વર્કફ્લોને સરળ બનાવશે અને કોડિંગ ભૂલોથી તમને સુરક્ષિત રાખશે.
ડિઝાઇન ડ્રાફ્ટ, લૉકિંગ, શેડ્યૂલિંગ અને લિંક્નું પૂર્વદર્શન સાથે સુધારેલા કસ્ટમાઈઝર વર્કફ્લોમાં સ્વાગત છે. વધુ શું છે, કોડ સિન્ટેક્સ હાઇલાઇટિંગ અને ભૂલ ચકાસણીથી સ્વચ્છ અને સરળ સાઇટ બિલ્ડિંગનો અનુભવ થશે. છેલ્લે, જો તે બધું ખૂબ સરસ ન હોય, અમે એક નવું ગેલેરી વિજેટ અને થીમ બ્રાઉઝિંગ અને સ્વિચિંગ માટે સુધારાઓ કર્યા છે.
કસ્ટમાઈઝર વર્કફ્લો સુધારેલ છે
ડ્રાફ્ટ અને શેડ્યૂલ સાઇટ ડિઝાઇન કસ્ટમાઇઝેશન
હા, તમે તે યોગ્ય વાંચ્યું છે. તમે ડ્રાફ્ટ કરી શકો છો અને પોસ્ટને રીવ્યુ કરી શકો છો અને તમે પસંદ કરો છો તે તારીખ અને સમય પર લાઇવ થવાનું શેડ્યૂલ કરી શકો છો, તમે હવે તમારી સાઇટની ડિઝાઇન સાથે ફેરફાર કરી શકો છો અને તે ડિઝાઇન ફેરફારોને તમે લાઇવ કરવા માટે શેડ્યૂલ કરી શકો છો.
ડિઝાઇન પૂર્વદર્શન લિંક્સ સાથે સહયોગ કરો
સૂચિત સાઇટ ડિઝાઇન ફેરફારો પર કેટલાક પ્રતિસાદ મેળવવા જરૂરી છે? વર્ડપ્રેસ ૪.૯ તમને એક પૂર્વદર્શન લિંક આપે છે જે તમે તમારી ટીમ અને ગ્રાહકોને મોકલી શકો છો જેથી તમે લાઈવ કરવા માટે ફેરફારો સુનિશ્ચિત કરો તે પહેલાં તમે પ્રતિસાદ એકત્રિત અને એકીકૃત કરી શકો છો. શું આપણે સહયોગ કહી શકીએ?
તમારા ફેરફારો સુરક્ષિત કરવા માટે ડિઝાઇન લૉકિંગ
ક્યારેય એવું થયું છે જ્યાં બે ડિઝાઇનર એક પ્રોજેક્ટ પર કામ કરે છે અને ડિઝાઇનર A ડિઝાઇનર B નાં સુંદર ફેરફારો બદલી નાખે છે? વર્ડપ્રેસ ૪.૯ ની ડિઝાઇન લૉક સુવિધા (પોસ્ટ લોકીંગ જેવું) તમારા ડ્રાફ્ટ ડિઝાઇનને સુરક્ષિત કરે છે જેથી કોઈ પણ તેના પર કોઈ ફેરફાર કરી ના શકે અથવા તમારી બધી મહેનતને ભૂંસી ના શકે.
તમારું કાર્ય સુરક્ષિત કરવા માટે એક સંકેત
શું તમે તમારા નવા ડ્રાફ્ટ ડિઝાઇનને બચાવતા પહેલાં તમારા ડેસ્ક પરથી દૂર ગયા છો? ડરો નહીં, જ્યારે તમે પાછા ફરો, વર્ડપ્રેસ ૪.૯ વિનમ્રતાપૂર્વક પૂછશે કે તમે તમારા ફેરફારોને સાચવવા માંગો છો કે નહીં.
કોડિંગ સુધારાઓ
સિન્ટેક્સ હાઇલાઇટિંગ અને ભૂલ તપાસ? હા, કૃપા કરીને!
તમને પ્રદર્શનની સમસ્યા મળી છે પરંતુ તમે જે રીતે પ્રેમપૂર્વક લખ્યું તે CSS માં શું ખોટું થયું તે તદ્દન સમજી શકતા નથી. CSS સંપાદન માટે વાક્યરચના હાઇલાઇટિંગ અને ભૂલ તપાસ સાથે અને વર્ડપ્રેસ ૪.૮.૧ માં રજૂ થયેલ કસ્ટમ HTML વિજેટ સાથે, તમે ઝડપથી કોડિંગ ભૂલો નિર્દેશ કરી શકશો. વાસ્તવમાં તમને વધુ સરળતાથી કોડને સ્કેન કરવામાં અને ઝડપથી કોડ ભૂલો સુધારવા અને ઠીક કરવામાં સહાય માટે ખાતરી આપે છે.
સલામતી માટે સેન્ડબોક્સ
સફેદ સ્ક્રીનનો ડર. થીમ અને પ્લગિન કોડ પર કામ કરતી વખતે તમે તેને ટાળશો કારણ કે વર્ડપ્રેસ ૪.૯ તમને ત્રુટિ બચાવવા વિશે ચેતવણી આપશે. તમે રાત્રે સારી રીતે ઊંઘશો.
સાવધાન: આગળ સંભવીત ખતરો
જ્યારે તમે પ્રત્યક્ષ રીતે થીમ અને પ્લગિનને સંપાદિત કરો છો, વર્ડપ્રેસ ૪.૯ વિનમ્રતાપૂર્વક તમને ચેતવશે કે આ એક જોખમકારક કાર્ય છે. તે ભલામણ કરશે કે તમે તમારી ફાઇલોને સાચવતા પહેલા તમારી ફાઇલોની નકલ કરી લો, જેથી તેઓ આગામી અપડેટ દ્વારા તમારા ફેરફારો સુરક્ષિત રહે. સલામત માર્ગ લો: તમારું ભાવિ સ્વયં આભાર માનશે. તમારી ટીમ અને ગ્રાહકો આભાર માનશે.
વધુ વિજેટ સુધારાઓ
નવી ગેલેરી વિજેટ
વર્ડપ્રેસ ૪.૮ માં મીડિયા ફેરફારોમાં વધતો સુધારો, તમે હવે વિજેટ મારફતે એક ગેલેરી ઉમેરી શકો છો. હા!
એક બટન દબાવો, મીડિયા ઉમેરો
તમારા ટેક્સ્ટ વિજેટમાં મીડિયા ઉમેરવા માંગો છો? અમારા સાદા પરંતુ ઉપયોગી મીડિયા ઉમેરો બટન સાથે તમારા ટેક્સ્ટ સાથે સીધા જ વિજેટમાં ચિત્ર, વિડિઓ અને ઑડિઓ ઉમેરો. વાહ!
સાઇટ બિલ્ડિંગ સુધારાઓ
થીમ બદલવી વધુ વિશ્વસનીય
જ્યારે તમે થીમ બદલો છો, ત્યારે વિજેટને ક્યારેક લાગે છે કે તેઓ ફક્ત સ્થાન પર ખસી શકે છે. વર્ડપ્રેસ ૪.૯ માં સુધારણાઓ વધુ સ્થાયી મેનુ અને વિજેટ પ્લેસમેન્ટની ઓફર કરે છે જ્યારે તમે નક્કી કરો કે નવી થીમ માટેનો સમય છે. વધારામાં, તમે સ્થાપન કરેલી થીમનું પૂર્વદર્શન કરી શકો છો અથવા નવી થીમ ડાઉનલોડ, સ્થાપિત અને પૂર્વદર્શન કરી શકો છો. તમે ડિપ્લોય કરતા પેહલા પૂર્વદર્શન કરી શકો છો.
પરફેક્ટ થીમ શોધો અને પૂર્વદર્શન કરો
તમારી સાઇટ માટે નવી થીમ જોઈએ છે? હવે, કસ્ટમાઈઝર થી, તમે તમારી સાઇટ પરના ફેરફારોને જમાવતા પહેલા ૨૬૦૦ થી વધુ થીમ શોધી શકો છો, બ્રાઉઝ કરી શકો છો અને પૂર્વદર્શન કરી શકો છો. શું વધુ છે, તમે વિષય, સુવિધાઓ અને લેઆઉટ માટે ફિલ્ટર્સ સાથે તમારી શોધને ઝડપી કરી શકો છો.
વધારે સારી મેનુ સુચનાઓ = ઓછી મૂંઝવણ
શું તમે નવા મેનૂ બનાવવા માટેનાં પગલાંઓ દ્વારા મૂંઝવણમાં છો? કદાચ હવે નહીં! અમે સરળ મેનુ નિર્માણ પ્રક્રિયા માટે યુએક્સ(UX) માં ફેરફારો કર્યા છે. નવી સુધારાની નકલ તમને માર્ગદર્શન આપશે.
ગુટેનબર્ગની સુધારણામાં સહયોગ કરો
વર્ડપ્રેસ તમારી સામગ્રી બનાવવા અને નિયંત્રિત કરવા માટે એક નવી રીત પર કાર્ય કરી રહી છે અને તમે મદદ કરશો તો અમને ખુશી થશે. એક પ્રારંભિક પરીક્ષક હોવામાં રસ છે અથવા ગુટેનબર્ગ પ્રોજેક્ટ સાથે શામેલ થવું છે? GitHub પર યોગદાન કરો
ડેવલપર આનંદપ્રદ
કસ્ટમાઈઝર JS API સુધારાઓ
અમે વર્ડપ્રેસ ૪.૯ માં કસ્ટમાઈઝર JS API માં અસંખ્ય સુધારાઓ કર્યા છે, ઘણા પીડાદાયક પોઇન્ટ દૂર કર્યા છે અને તેને PHP API ની જેમ કાર્ય કરવા માટે સરળ બનાવે છે. નવા બેઝ કન્ટ્રોલ ટેમ્પલેટ, ડેટ/ટાઇમ કંટ્રોલ અને સેક્શન/પેનલ/ગ્લોબલ સૂચનાઓ પણ છે. સંપૂર્ણ યાદી તપાસો.
કોડમિરર તમારી થીમ અને પ્લગિનમાં ઉપયોગ માટે ઉપલબ્ધ છે
અમે કોરની અંદર વાપરવા માટે એક નવી કોડ સંપાદન લાઇબ્રેરી, કોડમિરર(CodeMirror) રજૂ કરી છે. તમારા પ્લગિનમાં કોઈપણ કોડ લેખન અથવા સંપાદન અનુભવ સુધારવા માટે તેનો ઉપયોગ કરો, જેમ કે સીએસએસ અથવા જાવાસ્ક્રિપ્ટ.
MediaElement.js ૪.૨.૬ પર અપગ્રેડ કરવામાં આવ્યું છે
વર્ડપ્રેસ ૪.૯ માં MediaElement.js નું અપગ્રેડ કરેલું વર્ઝન સામેલ છે, જે jQuery પરની નિર્ભરતાને દૂર કરે છે, સુલભતા સુધારે છે, UI ને આધુનિક બનાવે છે, અને ઘણી ભૂલોને સુધારે છે.
ભૂમિકાઓ અને ક્ષમતાઓમાં સુધારાઓ
નવી ક્ષમતાઓને રજૂ કરવામાં આવી છે જે પ્લગિન અને અનુવાદ ફાઇલોના સંચાલન માટે પરવાનગી આપે છે. વધુમાં, મલ્ટિસાઇટમાં સાઇટ બદલવાની પ્રક્રિયાને વધુ ભરોસાપાત્ર અને સુસંગત રીતે ઉપલબ્ધ ભૂમિકાઓ અને ક્ષમતાઓને અપડેટ કરવા માટે બરાબર કરવામાં આવ્યું છે.