ફાધર ટોની ડીમેલોની એક બોધકથા છે. એક બાળકે કાચબો પાળ્યો હતો. એ તેને બહુ વહાલો. એક દિવસ કાચબો મરી ગયો. બાળકે જબ્બર આક્રંદ કર્યું. કેમે કરીને છાનો ન રહે. પછી વડીલોએ તેને પટાવ્યો-સમજાવ્યો, ‘જો, હવે કાચબો જીવતો થવાનો નથી. પણ આપણે કાચબાનું સરસ સ્મારક બનાવીશું. તેને ફૂલોથી સજાવીશું. તેમાં કાચબાની કબર પર એક મીણબત્તી કરીશું. તેની પર રાત્રે લાઇટો લગાડીશું.’ બાળકને આ યોજનામાં