મોવૈશ્વિક બેન્કરો દ્વારા શરૂ થયેલા નવેસરના નાણાંકિય અને રાજકોષીય સ્ટીમ્યુલસના પગલે રીસ્ક ઓન એસેટ બજારો જેવા કે ક્રૂડ ઓઇલ, બેઝ મેટલ્સ, ઇર્મજીંગ કરન્સી અને ઇર્મજીંગ શેરબજારોમાં શાનદાર ઉછાળો આવ્યો છે. બેઝ મેટલ્સમાં અને ક્રૂડમાં શાનદાર કમબેક છે. પણ હજુ ગ્રાઉન્ડ લેવલે ડિમાન્ડનો સપોર્ટ દેખાતો નથી. એટલે આ શાનદાર કમબેક જાનદાર કમબેક લાગતું નથી. ઇસીબીએ બોન્ડ પર્ચેસનો વ્યાપ વધાર્યો