ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં અન્ય ભાષાઓમાં
કે Languages
ની બાજુમાં રહેલા પર ક્લિક કરી Inputમાં ગુજારાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.
If you are unable to see the Gujarati scripts on this page, go to english wikipedia's notes on Enabling complex text support for Indic scripts
વિકિમીડિયા કૉમન્સ
વિકિમીડિયા કૉમન્સ (અંગ્રેજીમાં Wikimedia Commons) અથવા વિકિકૉમન્સ વેબસાઇટ એ વિકિમીડિયા ફાઉન્ડેશન નું એક ધ્યેયકાર્ય છે. વિકિકૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઇ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.
આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪ માં મુકાયો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ ના રોજ થયું હતું. તેનું મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યાપર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે. ૨૪ મે ૨૦૦૫ પર વિકિકૉમન્સ ૧૦૦,૦૦૦ ફાઇલો પાર કરી ગયું. આજે તે અન્ય અનેક ફાઇલો ની સાથે સાથે ૧૦,૦૦૦ થી પણ વધુ પૌરાણિક તૈલચિત્રો તથા ૧૦૦૦ની નજીક ઉચ્ચારણો તથા સેંકડો જનાર્પિત શાસ્ત્રીય સંગીતની ફાઇલો ધરાવે છે.